કોરોનાકાળમાં લોકોનો આયુર્વેદ તરફ ઝોક
Live TV
-
વૈશ્વિક મહામારી કોરોના કાળની સ્થિતિમાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને તુંદરસ્ત નિરોગી જીવન જીવવા માટે આયુર્વેદ તરફ વળ્યાં છે. આયુર્વેદમાં અનેક રોગોનો સચોટ ઉપાય જોડાયેલો હોવાનું આર્યુવેદિક તજજ્ઞો કહે છે. જે પૈકી ડાયાબિટીસ વિશે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજના વૈદ્ય ડો. રામ શુક્લાએ જણાવ્યું હતું કે આયુર્વેદમાં ડાયાબિટીસની એટલે કે મધુ મેહની ચિકિત્સા જો વહેલી તકે શરૂ કરવામાં આવે તો તેને ચોક્કસપણે મટાડી શકાય છે. મધુ મેહના રોગમાં વિવિધ ઔષધો વૈદ્યની સલાહ અનુસાર લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે મટાડી શકાય છે અથવા તો કાબૂમાં રાખી શકાય છે. ડૉ. રામ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ઔષધોથી જ ડાયાબિટીસ મટી જશે તેવું નથી. ડાયાબિટીસ એક લાઈફ સ્ટાઈલ ડિસીઝ છે મતલબ કે આપણી જીવન શૈલીમાં બદલાવ લાવવો. ખાન-પાનથી લઈને નિયમીત કસરત કરવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.