દિવાળી તહેવારમાં 108 ઇમરજન્સી સેવાનો સ્ટાફ સતત સેવામાં હાજર
Live TV
-
દિવાળીના તહેવારોમાં લોકો ઊજવણી કરી રહ્યા હતા ત્યારે 108 ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલો સ્ટાફ , સતત સેવામાં હતો. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન , ઇમરજન્સી કોલમાં નોંધપાત્ર વધારો થયો છે. 108 ઇમરજન્સીના ચીફ ઓપરેટીંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યુ , કે દિવાળી નવુ વર્ષ અને ભાઇબીજના દિવસે 108 ઇમરજન્સી સેન્ટરમાં 11079 જેટલા ઇમરજન્સી કોલ આવ્યા હતા. સામાન્ય દિવસોમાં નોંધવામાં આવતા ઇમરજન્સી કોલની સંખ્યામાં 30.49 ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ગ અકસ્માતના કેસોમાં 104 ટકાનો વધારો થયો છે. તેમાં પણ 16મી નવેમ્બરના રોજ સરેરાશ મેડીકલ ઇમરજન્સી કરતા 151 ટકાનો વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં 335 કેસ નોંધાતા હોય છે , તેની સામે 841 કેસ નોંધાયા છે. ખાસ કરીને આદિવાસી જીલ્લાઓ જેમ કે અરવલ્લી , મહીસાગર, તાપી, દાહોદ , અને વલસાડમાં કેસમાં 50 ટકાનો વધારો થયો છે.