રાજ્યમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વધારો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,125 કેસ નોંધાયા. તો સાજા થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યા એક હજાર 40 થઈ હતી. રાજ્યમાં કુલ 7 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.41 ટકા એ પહોંચ્યો છે.ગઇકાલે અમદાવાદમાં 233, રાજકોટમાં 55, વડોદરા માં 96, સુરતમાં 158 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 58, મહેસાણામાં 60, બનાસકાંઠામાં 52, સામે આવ્યા હતા.તો બીજી તરફ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. લોકોમાં પણ હવે જાગૃતિ આવવા લાગી છે. જેના કારણે અમદાવાદના કોરોના ટેસ્ટ સેન્ટરમાં લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે જે ખુબ જ સારી બાબત છે. જો કે તહેવારમાં લોકોની એકઠી થયેલી ભીડના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે તે પણ હકીકત છે.આથી બને એટલી સાવચેતી અને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન એજ ઉપાય.