1લી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી
Live TV
-
એઈડસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 01 ડિસેમ્બરે, વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઈડસ એક અસાધ્ય રોગ છે, જે એચ.આય.વી વાયરસથી ફેલાય છે.
આ વાયરસ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને ટી કોષોને મારી નાખે છે. આને કારણે, વ્યક્તિનું શરીર સામાન્ય રોગો સામે પણ લડવામાં સક્ષમ રહેતુ નથી. સૌ પ્રથમ 1988મા એઈડ્સ દિવસ મનાવવામાં આવ્યો હતો.
વર્લ્ડ એઇડ્સ દિવસની કલ્પના 1987માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમા એઈડ્સ વૈશ્વીક પ્રોગ્રામમાં કામ કરતા થોમસ નેટર અને જેમ્સ ડબલ્યુ દ્વારા કરવામાં આવી હતી. આ પછી વર્ષ 1988માં 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયુ હતુ. દર વર્ષે અલગ અલગ થીમ પર એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે એચઆઈવી એઇડ્સ સમાપ્ત કરવો તે થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.