97% ખરાબ ફેફસાં ધરાવતી મહિલાને સિવિલના ડૉ. મોતના મુખમાંથી ઉગારી
Live TV
-
ફેફસાની ગંભીર ફાઈબ્રોસીસ બિમારી ધરાવતા કોરોના સંક્રમિત દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલે બક્ષ્યુ નવજીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલે કોરોના સંક્રમિત મહિલાને સારવાર આપી નવજીવન બક્ષ્યું છે. ધોળકામાં રહેતા અને ખેત મજૂરી કરતા મનિષા બહેનની તબિયત ખરાબ થતા તેઓને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, જેથી પરિવાર ચિંતિત બન્યો.
જો કે પરિવાર મનિષા બહેનને લઈ ધોળકા ખાનગી હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ તબિયત ગંભીર હોવાથી તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. અમદાવાદ સિવિલમાં તેમનો રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે તેઓ કોરોના પોઝિટીવ છે. બાદમાં ફેફસાની તપાસ માટે H.R.C.T. કરાવતા જાણવા મળ્યું કે મનિષા બેનના ફેફસાને 95 થી 97 ટકા નુકસાન પહોંચ્યું છે.
તબીબોના અનુમાન પ્રમાણે આટલી ગંભીર સ્થિતિમાં દર્દીને બચાવવું મુશ્કેલ હતું. ફેફસામાં થયેલા ગંભીર નુકસાનને તબીબી જગતમાં ફાઇબ્રોસીસ કહે છે. આ નુકસાનની સધન અને સચોટ સારવાર કરવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થવાની સંભાવના ઓ રહે છે.
છેલ્લા ૮ મહિનાથી કોરોના ડ્યુટી નિભાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય પરમાર અને ફેફસા સંબંધિત રોગના નિષ્ણાત ડૉ. રાજેશ સોલંકીએ દર્દીને ત્વરીત સારવાર આપી સ્વસ્થ કરવાનું બીડું ઝડપયું. જો કે કઠિન સ્થિતિ વચ્ચે મનિષાબેનને મોતના મુખમાંથી બચાવી તબીબોએ નવજીવન આપ્યું અને હાલ મનિષાબેનની તબિયત સ્થિર છે.