મહેસાણાઃ નૂતન મેડીકલની હૉસ્પિટલમાં કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર
Live TV
-
મહેસાણા જિલ્લાની નૂતન મેડિકલ કોલેજ દ્વારા કોરોનાના દર્દીઓને ઉત્તમ સારવાર અપાઇ રહી છે. ગુજરાત સરકારે કોરોના માટે આ હોસ્પિટલને 45 બેડની મંજુરી આપી હતી. જેમાં અત્યાર સુધી 325 દર્દીઓએ સારવાર લીધી છે. જ્યારે 75 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
હોસ્પિટલમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળે તે વાતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. જે ઉપરાંત દર્દીઓને ગરમ પાણી, સેન્ટ્રલ એસી, એલઇડી, તથા ખૂબ જ સારી સ્વચ્છતા હોવાને કારણે ઘર જેવું વાતાવરણ મળે છે. દર્દીઓને કોઇપણ પ્રકારે તકલીફ ના પડે તે માટે હોસ્પિટલના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, એમની મેનેજમેન્ટ તથા નિષ્ણાત ડોક્ટરની ટીમ વિશેષ કાળજી લઇ રહી છે.