કોરોના સામે લડત : શું છે આરોગ્ય સેતુ મોબાઈલ એપ? જાણો કઈ રીતે કરે છે કામ?
Live TV
-
આરોગ્ય સેતુ એપ હાલમાં 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેમા અંગ્રેજી,હિંદી,ગુજરાતી પણ સામેલ છે. આ એપનો હેતુ નાગરિકોને COVID-19 સંક્રમણ વિશે સાચી અને સટીક જાણકારી આપવાનો છે. આ એપ યૂઝરને જણાવે છે કે, કોરોના વાયરસથી સંક્રમિત કોઇ વ્યક્તિના સંપર્કમાં તો આવ્યો નથી.
કોરોના વાઈરસ સંકટને પગલે દેશભરમાં લૉકડાઉન લંબાવવા પ્રધાનમંત્રીએ આજરોજ જાહેરાત કરી છે..ત્યારે 3 મેં સુધી લોકડાઉન લંબાવ્યુ છે..એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંબોધનમાં ખાસ આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અને વધુને વધુ લોકો ડાઉનલોડ કરે તેવી અપીલ કરી છે..
શું છે આરોગ્ય સેતુ મોબાઈલ એપ?
આરોગ્ય સેતુનો અર્થ છે બ્રિજ ઓફ હેલ્થ. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય છે કે, તે એ વાતની જાણકારી આપશે કે, જાણે-અજાણે તમે કોઈ કોરોના વાઈરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ?આરોગ્ય સેતુ એપ હાલ દેશની 11 ભાષાઓમાં યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જેમાં અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ સહિત કેટલીક પ્રાદેશિક ભાષાઓ સપોર્ટ કરે છે. આ એપ પર રજિસ્ટર્ડ કરવા સમયે તમારે તમારી વ્યક્તિગત
જાણકારી આપવાની રહે છે.એપમાં વ્યક્તિ દ્વારા અપાતો ડેટા માત્ર ભારત સરકાર સાથે જ શેર કરવામાં આવશે અને તેમાં કોઈ થર્ડ-પાર્ટી સામેલ નહી હોય. આ આરોગ્ય સેતુ એપ ગૂગલ પ્લે સ્ટોર્સ અને એપ્પલ પ્લે સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકો સુધી યોગ્ય સૂચના પહોંચાડવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયે આરોગ્ય સેતુ એપ બનાવી છે. જેમાં સ્વાસ્થ્ય સબંધી તમામ જાણકારીઓ મળી રહે છે.
સરકાર દ્વારા coronavirusના સંક્રમણને રોકવા માટે બનાવવામા આવેલ આરોગ્ય સેતુ એપ ટ્રેકિંગ માટે યૂઝરની લોકેશન અને બ્લૂટૂથથી જાણકારી મેળવે છે. આ સિવાય આ એપ સેલ્ફ આઇસોલેશનથી સંબંધિત દિશા-નિર્દેશ પણ
આપે છે. આ એપમાં રાજ્ય અને દેશોના હેલ્પ સેન્ટરના નંબર પણ છે. આ સિવાય આ એપમાં સેલ્ફ એસેસમેન્ટનો વિકલ્પ પણ આપવામાં આવે છે.આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આરોગ્ય સેતુ એપ કેવી રીતે ઉપયોગ કરી શકો?
–ફોન નંબર રજીસ્ટર કરો. ફોન નંબર નાંખ્યા બાદ એક ઓટીપી આવશે, જેને એન્ટર કર્યા બાદ એપમાં રજીસ્ટર થઇ જશે.
– બ્લુટૂથ અને જીપીએસનું એક્સિસ માંગશે તે એલો કરો.
- એપ ખોલવા પર પર્સનલ ડિટેલ્સ પૂંછવામાં આવશે, જેમા જેન્ડર, નામ, ઉંમર, હોદો અને ગત 30 દિવસનો ટ્રાવેલ હિસ્ટ્રી વિશે પૂંછવામાં આવશે. તમે ઇચ્છો તો આ વિકલ્પને સ્કિપ પણ કરી શકો છો.
– તેના પછી તમે એપની ભાષાની પણ પસંદગી કરી શકો છો.
– જો ઇચ્છો તો જરૂરીયાતમંદ અને સંકટના સમયમાં પોતાને વોલેન્ટીઅર તરીકે પસંદ કરવાની મંજુરી આપી શકો છો.