ગુજરાત રાજસ્થાન બોર્ડરનો તમામ વિસ્તારોને સેનેટાઇઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
Live TV
-
રાજસ્થાનમાં બે દિવસ અગાઉ એક 22 વર્ષિય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આ કોરોના વાયરસની મહામારી મહીસાગર જિલ્લામાં ફેલાય નહીં. તે માટે જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. રાજસ્થાનના સીમલવાડામાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતા મહીસાગર તંત્ર દ્વારા પુનાવાડા પાસે આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડરનો તમામ વિસ્તાર સીલ કરી બોર્ડર વિસ્તારના 10થી વધુ ગામો સેનેટાઇઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન સાથે મહિસાગર જિલ્લાના ત્રણ તાલુકા જોડાયા છે. રાજસ્થાનના ડુંગરપુર, બાસવાડા જિલ્લાનાં દસથી વધુ વ્યક્તિઓને, કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. મહિસાગર જિલ્લા તંત્ર દ્વારા, લોકડાઉનનું અમલીકરણ કડક બનાવાયું છે.