Skip to main content
Settings Settings for Dark

કોવિડ-૧૯ રસીકરણ માટે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જિલ્લાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી

Live TV

X
  • કોવિડ-૧૯ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા વિવિધ પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડેએ જિલ્લાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, કોવિડ કામગીરીમાં રોકાયેલ તમામ નોડલ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ બેઠકમાં રસી ઉપલબ્ધ થાય ત્યારે જિલ્લામાં તેના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ અંગેનો ચિતાર મેળવાયો હતો. તેમજ જિલ્લાના તમામ ૯૭૨ મતદાન મથકોએ કોવિડ-૧૯ વેક્સિનેશન સાઇટ બનાવવાની તૈયારીઓ અંગેની વિગતો પણ લેવાઇ હતી.આ સાથે જિલ્લા કક્ષાએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ, સંગ્રહ ક્ષમતા, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ,ILR સહિતની વ્યવસ્થાઓ માટે આવશ્યકતા મુજબ પૂર્વ આયોજન થઈ રહ્યું છે કે કેમ તે અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply