જૂનાગઢ, કેશોદના 10 સ્થળો પર 250 હેલ્થ વર્કરોને કોરોનાની વેક્સીન આપવા ટ્રાયલ
Live TV
-
જૂનાગઢ મેડિકલ કોલેજ, ગણેશનગર ગણેશનગર અર્બન હેલ્થ સેન્ટર, અને એક ખાનગી હોસ્પિટલ તેમજ કેશોદના કેવદ્રા પીએચસી, સરકારી દવાખાનું કેશોદ, સોંદરડા સબ સેન્ટર, એક ખાનગી હોસ્પિટલ અને ધારેશ્વર ખાતે સ્કુલમાં આરોગ્ય વિભાગના 250 હેલ્થ વર્કરોને વેક્સીનેશન આપવા ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે.આ વેક્સીનેશન માટે 250 હેલ્થ વર્કરોના ડેટા તૈયાર કરાયા છે. કોરોનાની વેક્સીનેશનના લાભાર્થી પોતાની આઇડી લઇ સ્થળ પર વેક્સીનેશન માટે જશે. ત્યા તેમને વેક્સીનેશન આપવા માટે આરોગ્ય વિભાગના 5 કર્મચારીઓ તૈયાર હશે. જેમાં સેનીટાઇઝેશન, વેરીફિકેશન, વેક્સીનેશન અને વેક્સીનેશન બાદ લાભાર્થીનું નિરિક્ષણ કરવામાં આવશે.જિલ્લાના બે તાલુકા મા મોકડ્રીલ યોજાશે જેમાં એક સેન્ટર ઉપર 25 લોકો ને રસીકરણ માટે મોકડ્રીલ યોજાશે જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખુબજ તકેદારી સાથે રસીકરણ કઈ રીતે કરવુ તેની ટ્રાયલ લેવામાં આવે છે, જેમા વેરાવળ સરકારી હોસ્પીટલ મા તૈમજ તાલાલાની ચાર જગ્યાએ નગરપાલિકામા તેમજ પી એસ સી સેન્ટર ધાવા, આલ્ફા સ્કુલ તાલાલામા યોજાઈ રહ્યુ છે.