દીવ : કોવિડ વેક્સિન વિતરણ માટે બીજા તબક્કાની ડ્રાય- રન પ્રક્રિયા શરૂ
Live TV
-
ભારત સરકાર દ્વારા કોવિડ વેક્સિન વિતરણ માટે સમગ્ર દેશમાં બીજા તબક્કાની ડ્રાય- રન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે દીવ પ્રદેશમાં પણ રસિકરણ ઝૂંબેશ યોગ્ય રીતે થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ડ્રાય રન પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. તબક્કાવાર વિવિધ ગ્રુપને આ રસીકરણ પ્રક્રિયા હાથ ધરાશે. રસીકરણ ઝૂંબેશના ભાગરૂપે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ખાતે પ્રાઇવેટ ડોકટરો અને હેલ્થ કર્મીઓ માટે વર્કશોપનું આયોજન કરાયુ હતુ. આ સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. વિનાયકુમાર દ્વારા તમામને પ્રશિક્ષણ આપવામા આવ્યું હતુ. દીવ હોસ્પિટલના ડો. અજય શર્મા દ્વારા તમામને રસીકરણથી જો કોઈ આડઅસર ઉત્પન્ન થાય, તો તે અંગેની તાલીમ પણ અપાઇ હતી. હેલ્થ ઓફિસર ડો. સુલતાનના જણાવ્યા મુજબ પહેલા રાઉન્ડમાં તમામ હેલ્થ કર્મીઓ, ત્યારબાદ અન્ય વિભાગના ફ્રન્ટ લાઈનર કર્મચારીઓ, અને ત્યારબાદ 50 વર્ષથીં ઉપરના વ્યક્તિઓ અને અન્ય બીમારી ધરાવતા 50 વર્ષથી નીચેના વ્યક્તિઓને રસી આપવામાં આવશે. આ સાથે તમામ પ્રક્રિયા ઓનલાઈન સોફ્ટવેર થી આયોજિત કરવામાં આવશે.