ગાંધીનગરમાં ‘છઠ્ઠા નેશનલ સમિટ ઓફ NHM ઓફ ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ’ નો ત્રિદિવસીય સેમિનાર મુકાયો ખુલ્લો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડૉ.હર્ષવર્ધનના હસ્તે નેશનલ સમિટનું ઉદઘાટન કર્યુ, કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘છઠ્ઠા નેશનલ સમિટ ઓન ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ ઇન ઇન્ડિયા’ પર ત્રિદિવસીય સેમિનારની શરૂઆત કરવામાં આવી.. 16થી 18 નવેમ્બર સુધી યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાતના આરોગ્યમંત્રી કિશોર કાનાણી તેમજ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. અને કાર્યક્રમનું ઉદધાટન કર્યુ હતું.. નેશનલ સમિટના ઉદઘાટન સત્રમાં સોશિયલ અવેરનેશ એન્ડ એકશન્સ ટુ નેચરલાઇઝ ફેન્યુમોનીયા સક્સેસફુલી-SAANSનું લોન્ચીંગ તેમજ ગુડ પ્રેક્ટીસીસ, એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન, રીલીઝ ઓફ ‘ગાઇડન્સ ડોક્યુમેન્ટ ઓન પાર્ટનરશીપ’ કોફી ટેબલબુકનું વિમોચન કરવામાં આવ્યું.
આ ત્રિદિવસીય સેમિનારમાં વિવિધ ૯ સત્રો યોજાશે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તિસગઢ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મણીપુર, મહારાષ્ટ્ર, હરિયાણા, તેલંગાણા, હિમાચલપ્રદેશ, બિહાર, તામિલનાડુ, કેરલ, ચંદીગઢ અને દિલ્હી રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે હાથ ધરાયેલ શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન સહિત નીતિ આયોગ, WHO દ્વારા આરોગ્ય વિષયક લેવાયેલ પગલાંઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં આરોગ્યલક્ષી સંસ્થાના વડાઓ, તજજ્ઞો, વિષય નિષ્ણાંતો પોતાના મંતવ્યો રજૂ કરશે.આ ત્રિદિવસીય સેમિનારમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ, વિશેષ સચિવ અને મિશન ડાયરેક્ટર (NHM) તેમજ વિવિધ વિભાગના અગ્ર સચિવઓ, સંયુક્ત સચિવઓ, વિવિધ ડિવીઝનના ડેપ્યુટી કમિશનરો તથા કન્સલન્ટન્ટો ઉપરાંત વિવિધ રાજ્યોના આરોગ્ય વિભાગના અગ્ર સચિવો, સચિવો, મિશન ડાયરેક્ટરો અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ‘ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ’ અંગે વિચાર-વિમર્શ કરશે.