ગુજરાતમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.76 ટકા
Live TV
-
રાજ્યમાં ગઈકાલની સરખામણીએ આજે કોરોનાના કેસ ઘટ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે અને 18 દર્દીઓ સાજા થયા છે. આજે સુરતમાં 06, વલસાડમાં 05, ખેડા 01, અમદાવાદ 06 અને વડોદરા 02 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 5 લાખ 12 હજાર 552 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યભરમાં 2 કરોડથી વધુ લોકોનુ સંપુર્ણ વેક્સિનેશન થયેલ છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 15 હજાર 794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા થયો છે અને રાજ્યમાં અત્યારે કોરોનાના કુલ 182 સક્રિય કેસ છે.