ભારતમાં કોરોનાના 203 દિવસ બાદ સૌથી ઓછા સક્રિય કેસ જોવા મળ્યા
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 883 કેસ સામે આવ્યા છે. 203 દિવસ બાદ સૌથી ઓછા સક્રિય કેસ જોવા મળ્યા છે. જેની સંખ્યા 2 લાખ 46 હજાર 687 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 92 કરોડથી વધુ કોવિડ વિરોધી વેક્સીનેશન કરીને નવી ઉપલબ્ધી મેળવવામાં આવી છે.કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે અત્યાર સુધી 92 લાખ કરોડ 11 લાખ 80 હજારથી વધુ રસીનાં ડોઝ લગાવી દેવાયા છે.મંગળવારે સાંજે 7 વાગે સુધી 54 લાખથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.અત્યાર સુધી રસીનાં 66 કરોડથી વધુ લોકોએ પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.જ્યારે 25 કરોડથી વધુને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. દેશવ્યાપી રસીકરણ અંતર્ગત દેશમાં કુલ મળીને 11 થી 44 વર્ષની વયનાં 37 કરોડ 26 લાખથી વધુ લોકોને રસીનો પહેલો ડોઝ અને 9 કરોડ 24 લાખથી વધુ લોકોને રસીનો બીજો ડોજ આપી દેવામાં આવ્યો છે.રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે.જ્યારે 14 દર્દી સાજા થયા છે.કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો સુરતમાં આઠ, વલસાડમાં સાત,ખેડા અને રાજકોટમાં બે-બે,અમદાવાદ-જૂનાગઢ, વડોદરા અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે તો 4 મહાનગર અને 28 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.