છોટાઉદેપુર: TB રોગ નાબૂદી માટે રાષ્ટ્રીય કક્ષાનાં જોઇન્ટ સપોર્ટિગ સુપરવિઝન અને મોનિટરીંગ ટીમ નિરિક્ષણ અર્થે આવી
Live TV
-
છોટાઉદેપુર જિલ્લામાં ટીબી રોગ નાબૂદી માટે ચાલી રહેલા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીના સુપરવિઝન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારનાં રાષ્ટ્રીય કક્ષાનાં જોઇન્ટ સપોર્ટિગ સુપરવિઝન અને મોનિટરીંગ ટીમ નિરિક્ષણ અર્થે આવી હતી. ટીમ લીડર અને જોઇન્ટ સેક્રેટરીની આગેવાની હેઠળ આ ટીમ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને મળતી સેવાઓનું દર્દીઓને રૂબરૂ મળી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લીધી હતી.ટીબી ક્ષેત્રે છોટાઉદેપુર જિલ્લાની કામગીરી રાજ્યમાં મોખરે હોવાથી તેનાં અનુસંધાને જોઇન્ટ સપોર્ટીગ સુપરવિઝન મોનિટરીંગ ટીમ નિરિક્ષણ અર્થે આવી હતી.