દેશમાં અત્યાર સુધીમાં 90 કરોડ 79 લાખથી વધુ કોરોના રસીના ડોઝની કામગીરી પૂર્ણ
Live TV
-
રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 90 કરોડ 79 લાખથી વધુ કોરોના વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગઈકાલે 23 લાખ 46 હજારથી વધુને રસી અપાઈ હતી. જ્યારે 20 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 26 હજારથી વધુ લોકો સાજા થતા અત્યાર સુધીમાં 3 કરોડ 31 લાખ 21 હજારથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. સાજા થવાનો દર વધીને 97.89 ટકા થયો છે.
દરમ્યાન કેન્દ્ર સકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 89 કરોડ 89 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપ્યા છે.