ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 નવા કેસ, 174 દર્દી કોરોનાને માત આપી
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 186 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 174 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના આંકડાની વાત કરીએ તો સુરતમાં 50, અમદાવાદમાં 46 કેસ, વડોદરામાં 25, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 8, વલસાડમાં 7 કેસ, કચ્છમાં 6, મહેસાણામાં 6, ભાવનગરમાં 4, નવસારીમાં 4, બનાસકાંઠામાં 3, પોરબંદરમાં 3, સાબરકાંઠામાં 3, ભરૂચમાં 2, જામનગરમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, બોટાદમાં 1, જૂનાગઢમાં 1, મોરબીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1422 પર પહોચ્યો છે. આ પૈકી 4 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 1418 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,58,627 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,016 દર્દીના મોત થયા છે.આજે રાજ્યમાં કુલ 39451 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 12.40 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 99.02 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.