'હર દિન, હર ઘર આર્યુવેદ અભિયાન' અંતર્ગત ઊંઝા ખાતે આયુષ મેળો યોજાયો
Live TV
-
ઊંઝા ખાતે 'હર દિન હર ઘર આર્યુવેદ અભિયાન' અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળ નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાના આયુષ મેળાનું આયોજન થયું હતું. જેમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયા હતા.
આયુષ મેળામાં પ્રદર્શન,નિદાન સારવાર કેમ્પ,આર્યુવેદ પ્રધ્ધતિથી તાત્કાલિક સારવાર મુખ્ય આર્કષણો હતા. જેમાં પ્રદર્શનમાં દિનચર્યા, ઋતુચર્યા, રસોડા ઘર, આંગણાની ઔષધિઓ, ગર્ભ સંસ્કાર, વિરૂધ્ધ આહાર, સદવૃત, મૃગ્ધાવસ્થા માર્ગદર્શન, પંચકર્મ સારવાર, હોમિયોપથી ચાર્ટનો કાર્યક્રમ યોજાયો હતો. નિદાન સારવાર કેમ્પમાં જનરલ ઓપીડી, બાળરોગ, સ્ત્રીરોગ, વૃધ્ધાવસ્થા જન્ય વિકારો, ડાયાબીટીસ અને ચામડીના રોગો, હોમિયોપેથી ઓપીડીના સારવાર કેમ્પ યોજાયા હતા. જેનો નાગરિકોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત આર્યુવેદ પ્રધ્ધતિથી તાત્કાલીક સારવારમાં જાલંધર બંધથી દુખાવા અને રક્તસ્ત્રાવ સહિત સડેલા-બગડેલા દાંત પાડવા સહિતની ઓપીડી કરવામાં આવી હતી. કમર સાંધા વગેરના દુખાવા અગ્નિકર્મ સારવારથી મટાડવા સહિત પંચકર્મ સારવારનું જીવંત નિર્દર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વસ્થવૃતમાં સ્વસ્થ જીવનશૈલીના ભાગરૂપે ઘરે નિયમિત બનાવી શકાય તેવી 20થી વધુ આર્યુવેદ વાનગીઓની રેસીપીનું જીવંત નિર્દર્શન, સુવર્ણપ્રાશન અને પ્રકૃતિ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઊંઝા જીમખાના મેદાન ખાતે યોજાયેલ આયુષ મેળામાં ધારાસભ્ય અજમલ ઠાકોરે જણાવ્યું હતું કે, 'લોકોમાં આર્યુવેદને લઈને ઘણી જનજાગૃતિ આવી છે. રાજ્યના નાગરિકો પણ આર્યુવેદને મહત્વ આપતા થયા છે. આર્યુવેદએ જીવન જીવવા માટેની સૌથી મોટી શૈલી છે. જેનો નિરંતર ઉપયોગ કરી દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ' તેવી અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 'રસોડું એ આપણું આર્યુવેદ છે જેનો ઉપયોગ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે.' એ.પી.એમ.સીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે 'પહેલું સુખ તે જાતે નર્યા ને આપણે મહત્વ આપવુ જોઇએ. રાજ્ય સરકાર પણ આર્યુવેદનું મહત્વ વધારી નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે કટિબધ્ધ બની છે.' આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરી પટેલે જણાવ્યું હતું કે 'આર્યુવેદ આપણી જીવનશૈલી છે. ઋષિ-મુનિઓની આ જુની પરંપરા આજના યુગમાં આપણી ધરોહર બની છે. પર્યાવણને અનુંકુળ જીવનશૈલી અપનાવાથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સરાહનીય રીતે આપણી કરી શકીએ.' તેમણે આર્યુવેદ યોગ અને વેદ વિશેની મહત્તતા બાબતે પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે કરશન સોલંકી, અજમલ ઠાકોર, એ.પી.એમ.સી ઊઁઝાના ચેરમેન દિનેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરી પટેલ ઊંઝા તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, આયુષના નિયામક ડો ચેતના જોષી સહિત સંબધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.