છત્તીસગઢમાં 'આયુષ્માન ભારત' યોજનાનો પ્રારંભ કરાવતા પીએમ મોદી
Live TV
-
નરેન્દ્ર મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત’ યોજના હેઠળ પહેલું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આજે શરૂ કર્યું છે.
નરેન્દ્ર મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત’ યોજના હેઠળ પહેલું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આજે શરૂ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી નિમિત્તે છત્તીસગઢના બીજાપુરમાં પહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. છત્તીસગઢના બીજાપુરમાં PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, બાબા સાહેબે દલિતો માટે જીવન સમર્પિત કરી દીધું છે. નકસલી હુમલામાં જવાન શહીદોને નમન કરું છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્યમુદ્દાઓ…છત્તીસગઢના વીરોને નમન
અતિપછાત વર્ગમાંથી આવનારો વ્યક્તિ આજે પીએમ છે
આંબેડકરના કારણે પ્રધાનમંત્રી બન્યો
બાબાસાહેબે દલિત-આદિવાસીઓને અધિકાર આપ્યા
100થી વધુ જિલ્લાઓ વિકાસની દોડમાં પાછળ
બીજાપુરમાં 100 દિવસમાં વધુ પ્રગતી થઈ
તમામ જિલ્લાઓએ વિકાસનો પ્લાન બનાવવો જોઈએ
નવા લક્ષ્ય માટે નવી રીતે કામ કરવું જરૂરી
અશસક્ત અને પછાતને પ્રોત્સાહનની જરૂર
અશસક્ત અને પછાતોને અવસર આપવાની અમારી પ્રથામિકતા
જે લોકો સપનાઓ જોવે તે મહેનત કરે છેઆ માટે દેશભરમાં આગામી ૨૦૨૨ સુધી ૧,૫૦,૦૦૦ હેલ્થ સબ-સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં ૧૮,૮૪૦ હેલ્થ સબ સેન્ટરને વેલનેસ સેન્ટરમાં બદલવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અલગથી ૧૨૦૦ કરોડ રૂપિયાના બજેટની જોગવાઇ કરી છે. ઇંદિરા ગાંધી બાદ બીજાપુર જનારા મોદી બીજા વડા પ્રધાન છે. સાથે જ આ તેમની ચોથી મુલાકાત પણ છે.
બીજા વેલનેસ સેન્ટરની શરૂઆત ક્યારે થશે, તે સંબંધમાં જ્યારે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતને પૂછવામાં આવેલા સવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલ આ અંગે તૈયારી ચાલી રહી છે. જોકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બધું તૈયાર કરવું એટલું સરળ નથી હોતું. ૨૦૧૭-૧૮ ના બજેટમાં દોઢ લાખ હેલ્થ સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલવાની ઘોષણા થઇ હતી.
પણ બજેટની જોગવાઇ કરવામાં નહોતી આવી. ૨૦૧૮-૧૯ના બજેટમાં આ યોજના માટે બજેટની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી તેને શરૂ કરવામાં સરળતા રહેશે. તેમ કાંતે જણાવ્યું હતું. આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં વિવિધ ૧૨ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સુવિધા, નાની બીમારીઓની મફત સારવાર તેમજ દવાઓ પણ મળી શકશે.
બીજાપુર આિદવાસી વિસ્તાર છે, તેમજ નકસલવાદથી પ્રભાવિત વિસ્તાર છે. અને આ જિલ્લો નીતિ પંચ દ્વારા પસંદ થયેલા દેશના સૌથી ૧૦૧ પછાત જિલ્લામાં આવે છે. આ ઉપરાંત આગામી વર્ષે આ રાજ્યમાં ચૂંટણી છે.તેને ધ્યાનમાં લઈને પણ સરકારે આવુ આયોજન કર્યું છે. આગામી દિવસોમાં હવે દેશનાં આઠ રાજ્યમાં પણ આવા વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબનો સમાવેશ થાય છે.