રાજ્ય સરકારનો નિર્ણય : નિવૃત્તિ બાદ તબીબને વધુ ત્રણ વર્ષ નિમણૂક
Live TV
-
ગ્રામ્ય સ્તરે તબીબો ઉપલબ્ધ બનશે અને ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સવલતોને સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકારે જાહેર આરોગ્ય લક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને વઘુ સઘન સારવાર મળી રહે તે માટે ડૉક્ટરોને 62 વર્ષની નિવૃત્તિ વય પછી વધુ 3 વર્ષ સુધી નિમણૂંક અપાશે. હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત માટે લોકો ઉપયોગી ખાસ નિર્ણય કરાયો છે. ડૉક્ટરો દર્દીની સેવામાં ઉપયોગી નિવડશે.