#WorldHomeopathyDay : અંતરિયાળ ગામડા સુધી સારવાર પહોંચવી જોઇએ : ઉપ-રાષ્ટ્રપતિ
Live TV
-
તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે પણ હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ રેલી યોજીને હોમિયોપેથિક સારવાર પધ્ધતિની ખાસિયતો વિશે સંદેશો વહેતો કરવા પ્રયાસ કર્યો હતો.
વિશ્વ હોમિયોપેથિક દિવસ પૂર્વે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન થયેલું છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, આ વિષયે ઉંડાણપૂર્વક રીસર્ચ થવાની જરૂર છે અને અંતરિયાળ ગામડા સુધી આ સારવાર પધ્ધતિ પહોંચવી જોઇએ.
વિશ્વ 10 એપ્રિલના રોજ હોમિયોપેથીના પિતામહ ડો. સેમ્યુઆલ ડેનિમલના જન્મ દિવસે હોમિયોપેથી દિવસની ઉજવણી કરે છે. રાજ્યમાં પણ વિવિધ શહેરોમાં આ દિવસની ઉજવણી થઇ. હોમિયોપેથીની ઉપયોગીતા વિશે જાગૃતિ લાવવા રાજકોટ રેસકોર્સ પર હોમિયોપેથ તબીબ અને વિદ્યાર્થીઓએ રેલીનું આયોજન કર્યું હતું. હોમિયોપેથી તે સંપૂર્ણ ક્યુરેટિવ સારવાર પધ્ધતિ છે તે સંદેશો વહેતો કરવા પ્રયાસ થયો હતો.
ખાસ વાત એ છે કે હોમિયોપેથિક એક એવી સારવાર પધ્ધતિ છે કે જેની આડ અસર નથી થતી.