#WorldHomeopathyDay : રાજકોટ અને વ્યારામાં રેલી દ્વારા જાગૃતતા લાવવાનો પ્રયાસ
Live TV
-
10 એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ. આજના દિવસને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
10 એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ. આજના દિવસને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટ શહેર ખાતે આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે રેસકોર્સ રિંગ રોડ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમિયોપેથી ડોકટર તેમજ હોમિયોપેથીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા.
હોમિયોપેથી સારવાર સંપૂર્ણ પણે ક્યુરેટીવ સારવાર આપે છે એવા સમયે હોમિયોપેથી સાયન્સને વધારેને વધારે આગળ વધારવા તેમજ પબ્લિકમાં અવેરનેસ આવે માટે આ રેલીનું આયોજન કર્યું હતું. લોકોમાં હોમિયોપેથી પ્રત્યે જાગૃતતા આવે અને સમાજ સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે આ વર્ષે પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લાના વ્યારામાં પણ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્યારાની સીએન કોઠારી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
