Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ આયુષ્યમાન યોજના અંતર્ગત મળતી સબસિડી અંગે CM રૂપાણીની મહત્વની જાહેરાત

Live TV

X
  • રાજકોટમાં કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

    રાજકોટમાં કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આરોગ્ય પ્રત્યે જાગૃતિ માટે મીડિયા, NGO અને ખાનગી હોસ્પિટલોની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે.આ ઝુંબેશ લોકોના આરોગ્ય માટે ચાલક બળ બનશે. 

    પ્રધાનમંત્રીના આયુષમાન ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ આ પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરમાં કોઈ પણ સંસ્થા કે ખાનગી ટ્રસ્ટ, સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોનું નિર્માણ કરશે તો તેમને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈકવીપમેન્ટના ખર્ચની 25 ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે.

    આ સબસીડી બજેટમાં આયુષમાન ભારત યોજના અંતર્ગત આપવામાં આવશે. સંસ્થાઓ હોસ્પિટલનો રિકરીંગ ખર્ચ ભોગવશે જેથી સિવિલ હોસ્પિટલો પરના કામનું ભારણ ઘટશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોકિલાબહેન અંબાણી હોસ્પિટલના ચેરપર્સન ટીના અંબાણીના હસ્તે ગંભીર બીમારીની સારવાર બાદ સ્વસ્થ થયેલા 4 બાળકોને તેમની મનપસંદ ગિફ્ટ આપવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply