ધારાસભ્ય બ્રીજેશભાઈ મિરઝાએ પુત્રની યાદમાં નિશુઃલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો
Live TV
-
10 વર્ષ પહેલા નાની ઉંમરે કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું
મોરબી માલીયાના ઘારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા દ્વારા ,તેમના સ્વર્ગીય ડોક્ટર પુત્રની યાદમા ,નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સ્વર્ગીય પુત્ર, પ્રશાંત મેરજા જ્યારે તબીબ તરીકે ઈન્ટરશીપ કરતા હતા, ત્યારે જ નક્કી કરેલું હતું કે, તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક તબીબી સેવા પુરી પાડશે. પરંતુ કમનસીબે, દશ વર્ષ પહેલા નાની ઉંમરે કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. પુત્ર ગુમાવ્યા બાદ પુત્રના આ વિચારને જીવંત રાખવાના પ્રયાસના ભાગ રૂપે પિતા દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. મોરબી ખાતે યોજાયેલ નિઃશુલ્ક મેડીકલ કેમ્પમાં મોટી સંખ્યામા જરૂરીયાતમંદો અને ગરીબ દર્દીઓ માટે સેવાયજ્ઞ કરવામાં આવે છે.
