છોટાઉદેપુરઃ તબીબી જગતમાં એક અનોખો કિસ્સો, મહિલાનો ગર્ભ પથ્થર જેવી ગાંઠ બની ગયો
Live TV
-
છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં તબીબી જગતમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશલની મહિલા દર્દી પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે અહીં આવ્યા હતા. તબીબ પરીક્ષણ કર્યા બાદ, પેટમાં ગાંઠ હોવાનું જણાયુ હતું. ગર્ભાશયમાં નક્કર ગાંઠ હોવાથી તેની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ આ ગાંઠ એ વર્ષો જૂનું ગર્ભ હતું. જે બાળક સ્વરૂપે અવતર્યા વિના જ ગર્ભમાં વર્ષો સુધી રહ્યુ અને પથ્થર જેવું બનીને ગાંઠમાં પરિવર્તિત થયુ હતું. સર્જનના જણાવ્યા મુજબ આ ગાંઠને મેડિકલ ભાષામાં લિથોપીડીઓન કહેવામાં આવે છે. અને આવા કિસ્સા વિશ્વમાં ખૂબ ઓછો જોવા મળે છે. કેસર હોસ્પિટલના સર્જન ડૉ. રાજુએ જણાવ્યું હતુ કે, તેમની 25 વર્ષની પ્રેક્ટિસમાં આવો પ્રથમ કિસ્સો છે. જે કદાચ જિલ્લાનું જ નહીં પણ રાજ્યનો પ્રથમ કેસ છે.