દિલ્હી અને ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના એક એક કેસ સામે આવ્યા
Live TV
-
દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને પત્રકારોને જણાવ્યું કે તાન્ઝાનિયાથી પરત આવેલા દર્દીને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે બીજી તરફ, ગુજરાતમાં પણ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ જામનગરમાં મળી આવ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝિમ્બાબ્વેના 72 વર્ષીય વ્યક્તિમાં નવા પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. આ વ્યક્તિ જામનગરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.