જાણો, કોરોનાને મ્હાત આપ્યા બાદ કેટલા દિવસ પછી રસી લઇ શકાય?
Live TV
-
ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલ પ્રશ્ન કોવિડના રસીકરણ મુદ્દે લોકો દ્વારા સામાન્યપણે પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નોમાંનો છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલ અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોના મનમાં કોવિડ-19ના રસીકરણ અંગે ઉભા થતા આવા તમામ પ્રશ્નોનાં વિસ્તૃત અને સંપૂર્ણ જવાબો આપ્યા હતા. આ પ્રશ્નના સંબંધમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલ અને AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ આ પ્રમાણે જવાબ આપ્યા.
સવાલઃ કોરોનાને મ્હાત આપ્યા બાદ કેટલા દિવસ પછી રસી લઇ શકાય ?
જવાબઃ
ડૉ. ગુલેરિયા: તાજેતરમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ કોવિડ-19થી સંક્રમિત થઇ હોય તેઓ સાજા થયાની તારીખથી ત્રણ મહિના પછી રસી લઇ શકે છે. આમ કરવાથી તેમને રોગ પ્રતિકારકતા વધારે મજબૂત કરવામાં મદદ મળશે અને રસીની અસર પણ વધુ બહેતર જોવા મળશે.
બંને નિષ્ણાતો ડૉ. પૉલ અને ડૉ. ગુલેરિયાએ એવું પણ જણાવ્યું હતું અને ખાતરી આપી હતી કે, આપણી રસીઓ આજ દિન સુધીમાં ભારતમાં મળી આવેલા મ્યુટન્ટ પર અસરકારક છે. રસી લીધા પછી આપણું રોગ પ્રતિકારક તંત્ર નબળું પડી જાય છે અથવા વ્યક્તિ રસી લીધા પછી મૃત્યુ પામે છે તેવા સોશિયલ મીડિયામાં ફરતા થયેલા અહેવાલોને તેમણે ખોટા ગણાવ્યા હતા અને તે અફવા હોવાનું કહ્યું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને કેટલાક અંતરિયા વિસ્તારોમાં લોકોમાં આવી અફવાઓ ફેલાતી હોવાનું તેમણે કહ્યું હતું.