શું રસી લીધા પછી શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટીબોડી આવી જશે?
Live TV
-
ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલ પ્રશ્ન કોવિડના રસીકરણ મુદ્દે લોકો દ્વારા સામાન્યપણે પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નોમાંનો છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલ અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોના મનમાં કોવિડ-19ના રસીકરણ અંગે ઉભા થતા આવા તમામ પ્રશ્નોનાં વિસ્તૃત અને સંપૂર્ણ જવાબો આપ્યા હતા. આ પ્રશ્નના સંબંધમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલ અને AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ આ પ્રમાણે જવાબ આપ્યા.
સવાલ: શું રસી લીધા પછી શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટીબોડી આવી જશે?
જવાબઃ
ડૉ. ગુલેરિયા: એકવાત સમજી લેવી ખૂબ જ મહત્વની છે કે, કેટલા પ્રમાણમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે ફક્ત તેના આધારે રસીની અસરકારતા વિશે અનુમાન કરવું જોઇએ નહીં. રસી સંખ્યાબંધ પ્રકારે સુરક્ષા આપે છે જેમકે, એન્ટીબોડી દ્વારા કોષ-મધ્યસ્થી રોગ પ્રતિકારકતા અને મેમરી સેલ (જે આપણને જ્યારે સંક્રમણ થાય ત્યારે વધારે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે). આ ઉપરાંત, પરીક્ષણોના અભ્યાસના આધારે અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલા અસરકારકતા પરિણામો જ્યાં પરીક્ષણોના અભ્યાસ ડિઝાઇન કરવામાં આવ્યા હોય તેમાં થોડા અંશે તફાવત છે. અત્યાર સુધીના ઉપલબ્ધ ડેટા બતાવે છે કે, તમામ રસીની અસરકારકતા ભલે તે કોવેક્સિન, કોવિશિલ્ડ કે પછી સ્પુતનિક હોય, વત્તા ઓછા પ્રમાણમાં લગભગ સમકક્ષ છે. આથી આપણે એમ ના કહી શકીએ કે આ રસી લેવી જોઇએ કે પછી પેલી રસી લેવી જોઇએ. તમારા વિસ્તારમાં જે પણ રસી ઉપલબ્ધ હોય, તે કૃપા કરીને લો અને તમારું રસીકરણ કરાવીને પોતાની જાતને તેમજ પોતાના પરિવારને સલામત રાખો.
ડૉ. પૉલ: કેટલાક લોકો રસી લીધા પછી એન્ટીબોડી પરીક્ષણો કરાવવાનું વિચારતા હોય તેવું લાગે છે. પરંતુ માત્ર એન્ટીબોડી જ વ્યક્તિની રોગ પ્રતિકારકતા નથી સૂચવતા આ વાતને ધ્યાનમાં રાખતા આવું કોઇ પરીક્ષણ કરાવવાની જરૂર નથી. ટી-કોષો અથવા મેમરી સેલના કારણે આવું હોય છે. જ્યારે આપણે રસી લઇએ ત્યારે તેમાં ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે, તે વધુ મજબૂત બને છે અને તેમાં પ્રતિકારની શક્તિ વધે છે. અને ટી-કોષો એન્ટીબોડી પરીક્ષણોમાં શોધી શકાતા નથી કારણ કે તે મજ્જાસ્થિઓ (બોન મેરો)માં મળી આવે છે. આથી, સૌને અમારો અનુરોધ છે કે, રસીકરણ કરાવ્યા પહેલાં અથવા પછી તેમણે એન્ટીબોડી પરીક્ષણો કરાવવા જોઇએ નહીં, જે પણ રસી ઉપલબ્ધ હોય તે લઇ લો, યોગ્ય સમયે બંને ડોઝ લઇ લો અને કોવિડ માટે યોગ્ય આચરણોનું પાલન કરો. તેમજ લોકોએ એવી ખોટી ભ્રમણાઓમાં પણ ના રહેવું જોઇએ કે, કોવિડ-19 જેમને થઇ ગયો હોય તેમને રસી લેવાની જરૂર નથી.