ડાંગના સુબીર તાલુકાના લહાનઝાડદર ગામના પ્રીતિબેન સુરેશભાઇ કુંવરે કોરોનાને માત આપી
Live TV
-
સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સુબીર ખાતેથી સન્માન સાથે વિદાય અપાઇ હતી
ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સૌ પ્રથમ નોંધાયેલા દર્દી એવા સુબીર તાલુકાના લહાનઝાડદર ગામના પ્રીતિબેન સુરેશભાઇ કુંવરે કોરોનાને માત આપી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જેથી તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સુબીર ખાતેથી સન્માન સાથે વિદાય અપાઇ હતી. ૧૪ દિવસ બાદ ડાંગ જિલ્લા માટે ખુશીનો માહોલ બન્યો હતો. લહાનઝાડદર ગામની મહિલા પ્રીતિબેન કુંવર 14 દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવી હતી. ડૉક્ટર અને સ્ટાફની જહેમતથી પ્રીતિબેન કોરોનાને માત આપી હતી. તેમના બંને રિપોર્ટ નેગેટિવ આવતા ડોકટરો, નર્સ, પોલીસ, વહીવટી તંત્રના અધિકારી- પદાધિકારીઓએ ખુશીઓ વ્યક્ત કરી તાળીઓથી વધાવી વિદાય આપી હતી. જયારે ડાંગના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી પ્રીતિબેને પ્લાઝમા થેરાપી માટે તત્પરતા બતાવી આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો.