નડિયાદમાં આશાવર્કર બહેનોની એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ
Live TV
-
બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આશાવર્કર બહેનોની એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ તાલુકા પંચાયત નડિયાદ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આશાવર્કર બહેનોની એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં બેટી બચાવો બેટી પઢાવો અંગે માર્ગદર્શન ઉપરાંત મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ દહેજ પ્રતિબંધ મહિલા સહાયતા કેન્દ્ર પોલીસ. તમામ વિષયો ઉપર તજજ્ઞ વક્તાઓએ તાલીમ આપી હતી આ ઉપરાંત આંગણવાડી અને આશા વર્કર બહેનો જેઓને માત્ર એક કે બે દીકરીઓ જ છે. તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તાલુકા કક્ષાએ ગ્રામીણ ક્ષેત્રે તેમજ શહેરમાં બેટી ને સમાનતા ઉપરાંત બેટી બચાવો અંતર્ગત આમ પ્રજાને જાગૃત કરવા આહવાન પણ આપ્યું હતું.આ પ્રસંગે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી રમીલાબેન મારવાડી પ્રોગ્રામ ઓફિસર આશાબેન બ્રહ્મભટ્ટ વોર્ડ કાઉન્સિલો રીટાબેન પટેલ સુપરવાઇઝર પ્રજ્ઞાબેન મેવાડા ૧૮૧ અભયમ માંથી દીપિકા ચૌધરી કાઉન્સિલર તેમજ સમગ્ર ખેડા જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી કાર્યકરો બહેનો તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
