રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત
Live TV
-
રાજ્યના બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર ખાતે 1-1 એમ કુલ 4 મરણ નોંધાયા છે
રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂના કુલ 44 કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર ખાતે 1-1 એમ કુલ 4 મરણ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. ત્યારે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર તરફથી સ્વાઈન ફ્લુ પર નિયંત્રણ લાવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે અને તે માટે જાહેરાતોના માધ્યમે જાગૃતિ ફેલાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂ માટે લેબોરેટરી તપાસ સહિત જેને પણ સ્વાઈન ફૂલ હોય તેને તમામ સારવાર મફત અપાઈ રહી છે અને સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે