સિદ્ધપુર - કેન્સર અંગે જાગૃતિ અભિયાન યોજાયુ
Live TV
-
ગુજરાતને કેન્સર મુક્ત કરાવવાનો સંકલ્પ લેવડાવ્યો
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિત સિદ્ધપુર કેન્સર હોસ્પિટલ ખાતે , વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે , કેન્સર અંગે જન જાગૃતિ અભિયાન , અને રેલી યોજાઈ હતી. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસ , અને જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપુતે , રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં , સિદ્ધપુર અને ગુજરાતને કેન્સર મુક્ત કરાવવાનો , સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આગામી એક વર્ષમાં રાજ્ય સરકારના સહયોગથી , હોસ્પિટલ માં કેન્સરની તમામ સારવાર ઉપલબ્ધ કરાશે , એવો આશાવાદ જયનારાયણ વ્યાસે વ્યક્ત કર્યો હતો. કેન્સરની ભયાનકતા બાબતે રાજ્ય સરકાર પણ ચિંતિત છે , અને હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાઈ છે. હાલમાં સેક, કિમોથેરાપી , અને ઓપરેશન થકી , ઉત્તર ગુજરાતમાં કેન્સરથી પીડાતા દર્દીઓ માટે , આ હોસ્પિટલ મહત્વનું કેન્દ્ર બની રહે , એવી શ્રદ્ધા ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી