Skip to main content
Settings Settings for Dark

પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી

Live TV

X
  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહી જિલ્લા પંચાયતના કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લઈ કરાઈ સેનેટાઈઝેશનની વ્યવસ્થા

    પાટણ જિલ્લામાં કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ આવ્યા છે અને આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ત્યારે તેમના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈ પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, હાથને વારંવાર ધોવા અને જે કંઈ પણ વસ્તુ વાપરીએ તેનું સેનેટાઈઝેશન કરવું એ કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો છે. આ માટે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સેનેટાઈઝેશન ટનલ શરૂ કરવામાં આવી છે. જેથી કર્મચારીઓ આ ટનલમાંથી પસાર થઈ કપડા સહિત સેનેટાઈઝ થઈ શકશે. કોરોના વાયરસ સામે લડવા આ પ્રયોગ ઉપયોગી પુરવાર થશે. જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી છે. આ ટનલમાંથી પસાર થતાં વ્યક્તિઓ પર પાણીમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ નામની દવા નાંખી તૈયાર કરવામાં આવેલા દ્રાવણનો સ્પ્રે થાય છે. જેનાથી બાહ્યરૂપે ખુલ્લા રહેતા શરીર સાથે કપડા પર રહેલા વાઈરસનો નાશ થાય છે અને સંક્રમણનું જોખમ ઘટે છે. સાથે સાથે ટનલની બહારની બાજુ પર કોરોના વાયરસ સંક્રમણથી બચવા શું કરવું અને શું ન કરવું તથા રોગના લક્ષણોની માહિતી દર્શાવવામાં આવી છે. સામાજીક અંતર જાળવવું, જે કોઈ વસ્તુ વાપરીએ તેને સેનેટાઈઝ કરવી, ફેસ માસ્ક પહેરવું, પોતાના ઘરમાં રહેવું એ કોરોના વાયરસથી રક્ષણ મેળવવાના જરૂરી તકેદારીના
    પગલા છે. પરંતુ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ હાલ ફિલ્ડ લેવલ પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના સ્વાસ્થ્યની દરકાર કરી જિલ્લા પંચાયતના પ્રવેશદ્વાર પાસે તૈયાર કરવામાં આવેલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply