ભરૂચની ખાનગી સંસ્થા હેલપિંગ હાર્ટ્સ દ્વારા હાઇ રિસ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
Live TV
-
ભરૂચના મુલદ ટોલ ટેક્સ ખાતે જિલ્લાની ખાનગી સંસ્થા હેલપિંગ હાર્ટ્સ દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હાઇ રિસ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ સામેની જંગમાં લડી રહેલા વહીવટી તંત્ર-પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ સહિત સફાઈકર્મીઓ અને અનેક સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓની કામગીરી પ્રશંસાને પાત્ર બની રહી છે. ત્યારે ભરૂચના મુલદ ટોલ ટેક્સ ખાતે જિલ્લાની ખાનગી સંસ્થા હેલપિંગ હાર્ટ્સ દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હાઇ રિસ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના તમામ સભ્યો દ્વારા તાળીઓના ગડગડાટથી કોરોના સામે લડી રહેલા તમામ કર્મચારીઓની હિંમત અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જી અભય ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતાં તેમણે સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી.