બનાસકાંઠા: આદિવાસી વિસ્તારમાં રસીકરણ અંગે જાગૃતિ લાવી લોકોનું રસીકરણ કરાયું
Live TV
-
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. જ્યાં સરકાર દ્વારા ચાલી રહેલી કોરોના પ્રતિરોધક રસીકરણ ખૂબ ઓછી માત્રામાં થતું હતું. જેનું કારણ હતું, આદિવાસી વિસ્તારમાં રસીકરણની આડઅસર થતી હોવાની ખોટી અફવા. આ અફવાને કારણે આદિવાસી લોકો રસીકરણથી કરાવવામાં સહમત થતા ન હતા. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ દ્વારા દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં રસીકરણ અંગે જાગૃકતા લાવવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે દાંતા તાલુકાના આ આદિવાસી વિસ્તારમાં હાલની પરિસ્થિતિએ રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડુંગરાળ વિસ્તારોમાં પણ ડોર-ટુ-ડોર રસીકરણની કામગીરી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આદિવાસી લોકો પણ હવે રસીકરણ કરાવતા થયા છે. આજે એક ઝુંબેશના ભાગરૂપે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ રસીકરણ કરાવ્યું હતું.