ભૂજના B.S.F. કેમ્પસમાં યોગ ધ્યાન શિબિરનું આયોજન કરાયું
Live TV
-
સેનાના જવાન માનસિક તેમજ શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ સાથે ફરજ બજાવી શકે તે હેતુસર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
B.S.F.ના જવાનોના માનસિક તણાવને દૂર કરવા માટે ભૂજ B.S.F. કેમ્પસમાં યોગ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સહરદ પર ફરજ બજાવતા જવાન પરિવારથી દૂર દુર્ગમ વેરાન સ્થાન પર સતત જોખમ સાથે લડતા હોય છે. આ સ્થિતિમાં સેનાના જવાન માનસિક તેમજ શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ સાથે ફરજ બજાવી શકે તે હેતુસર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે યોગ પ્ર-શિક્ષક શિવ કૃપા નંદજીએ જવાનોને યોગને જીવનમાં અપનાવીને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવાની કેટલીક સરળ ટિપ્સ આપી હતી. તો બીજી તરફ સેનાના જવાનોએ પણ યોગ -ધ્યાન ને પોતાની દિનચર્યામાં સામેલ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.