મહીસાગરમાં સામાજીક સંસ્થા દ્વારા પોલીસના જવાનોને દવાનું વિતરણ કરવામાં આવ્યું
Live TV
-
મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નવદીપ ક્લિનિકના અનુભવી હોમિયોપેથીક ડોકટર પ્રકાશ ઠાકોર દ્વારા તથાતા ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ દેસાઈના પ્રોત્સાહક સહયોગથી જિલ્લા પોલિસ વડા ઉષા રાડાની ઉપસ્થિતમાં લુણેશ્વર પોલીસ ચોકી ખાતે જિલ્લાના 2300થી વધુ પોલીસ જવાનોને હોમિયોપેથીક એન્ટી ફ્લુ દવાનું વિતરણ કરવામાં આવ્યું.
કોરોનાવાયરસ (COVID-19) સામે સાવચેતીના પગલારૂપે જેની ગંભીરતાને ધ્યાને લેતા તેના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે જેના અમલમાં જેની મહત્વપૂર્ણ જવાબદારી છે એવા પોલીસ જવાનોના આરોગ્ય માટે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નવદીપ ક્લિનિકના અનુભવી હોમિયોપેથીક ડોકટર પ્રકાશ ઠાકોર દ્વારા તથાતા ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ દેસાઈના પ્રોત્સાહક સહયોગથી જિલ્લા પોલિસ વડા ઉષા રાડાની ઉપસ્થિતમાં લુણેશ્વર પોલીસ ચોકી ખાતે જિલ્લાના 2300થી વધુ પોલીસ જવાનોને હોમિયોપેથીક એન્ટી ફ્લુ દવાનું વિતરણ કરવામાં આવ્યું. ડોકટર દ્વારા આ દવાના ત્રણ દિવસમાં કેવી રીતે લેવી આ દવા થી શું ફાયદો થાય અને એનાથી કેટલા દિવસ સુધી અસર રહે તે બાબતે સોશિયલ ડિસ્ટનસિંગમાં ઉભેલા પોલીસ જવાનોને સમજાવવામાં આવ્યા અને તેમને દવા વિતરણ કરી હતી. મહીસાગર જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે સતત કામ કરતા 2300થી વધુ પોલીસ જવાનો માટે ડોકટરે કરેલી પહેલને જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી એન.વી.પટેલ,ડી.પી.ભટ્ટ સહિત પોલીસ અધિકારીઓએ અવિરત સેવા આપતી પોલીસના આરોગ્યની ચિંતા કરતાં ડોક્ટરના સેવાભાવની સરાહના કરી હતી.
