સરકારે કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને મલેરિયા રોધી દવા હાઇડ્રોક્લોરોક્વિનના નિકાસ પર રોક લગાવી
Live TV
-
દેશમાં કોરોના વાઇરસ અત્યાર સુધીમાં 9 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. તો આ તરફ સરકારે મેલેરીયામા ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોકસી-ક્લોરોક્વિનની નિકાસ ઉપર તત્કાલથી પ્રતિબંધ લાગુ કર્યો છે. જેથી ઘરેલું બજારમાં તે ઉપલબ્ધ રહે. વિદેશ વેપાર મહા નિદેશાલયે ઇસ્યુ કરેલ અધિક સુચનામાં કહેવાયું છે કે હાઇડ્રોકસી-ક્લોરોક્વિનની નિકાસ ઉપર પ્રતિબંધ તત્કાલ અસરથી કરાયો છે. જોકે વિદેશ મંત્રાલયની ભલામણને ધ્યાનમાં રાખતા માનવીય આધારે તેની નિકાસને મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત નિકાસની જવાબદારી પુરી કરવા માટે તેને મોકલવાની મંજુરી છે. ભારતીય આર્યુવિજ્ઞાન રીસર્ચ સેન્ટરના મહા નિદેશક, બલરામ ભાર્ગવે કોરોના વાયરસના પોઝીટીવ જણાયેલા સંદિગ્ધ કેસની સારવારમાં આરોગ્ય કાર્યકર્તાઓને સોમવારે હાઇડ્રોકસી-ક્લોરોક્વિનના ઉપયોગની ભલામણ કરી હતી. ભારતે છેલ્લા કેટલાક સપ્તાહથી સેનેટાઇઝર્સ દરેક પ્રકારના વેંટીલેટરો અને સર્જીકલ માસ્ક સહિત ઘણા ચિકિત્સા સાધનોની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.