રાજકોટના ધોરાજીની સરકારી હોસ્પિટલની આરોગ્ય ટીમ દ્વારા અનોખી પહેલ
Live TV
-
રાજકોટના ધોરાજીની સરકારી હોસ્પિટલની આરોગ્ય ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર મળી રહે તે માટે આરોગ્ય ટીમે મોબાઈલ મેડિકલ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. વિઝિટીંગ ફિજિશિયન ડો.બી.ઈ.ગરણાના માર્ગદર્શન અને અન્ય તબીબ તથા નાયબ કલેક્ટરના પ્રયાસથી આ મોબાઈલ મેડિકલ સુવિધા શરૂ કરવામાં આવી છે.
રાજકોટના ધોરાજીની સરકારી હોસ્પિટલની આરોગ્ય ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર મળી રહે તે માટે આરોગ્ય ટીમે મોબાઈલ મેડિકલ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. વિઝિટીંગ ફિજિશિયન ડો.બી.ઈ.ગરણાના માર્ગદર્શન અને અન્ય તબીબ તથા નાયબ કલેક્ટરના પ્રયાસથી આ મોબાઈલ મેડિકલ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ મેડિકલ સુવિધા ધોરાજી તથા આસ પાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને તેમના ઘર પાસે જ સુવિધા પૂરી પાડશે. ખાસ કરીને લોક ડાઉનના સંપૂર્ણ અમલ દરમિયાન ડાયાબિટીસ બ્લડપ્રેશર શ્વાસ ઝાડા-ઉલ્ટી તાવ જેવી બિમારીના દર્દીઓને આ મોબાઈલ મેડિકલ યુનિટથી ઘર બેઠા વિના મૂલ્યે સારવાર આપવાનો પ્રયાસ કરાયો છે.