રાજકોટમાં મહિલા કેન્સર જાગૃતિ માટે ફ્રી નિદાન કેમ્પ
Live TV
-
સૌરાષ્ટ્રની તમામ મહિલાઓને નિદાન માટે અપાયું આહવાન.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવતી કાલે મહિલા કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. કેન્સરને લગતા માહિલાઓના ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રની તમામ મહિલાઓને સિવિલ સુપ્રિન્ટેન્ડેડ દ્વારા કરવામાં આવ્યું આહવાન.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 11 માર્ચના રોજ સવારે 9 વાગ્યા થી 12 વાગ્યા સુધીમાં મહિલાઓ માટે કેન્સર જેવા જટિલ રોગનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં પેપ ટેસ્ટ ગર્ભાશયના મુખનું કેન્સરની તપાસ, મેમોગ્રાફી, સ્તન કેન્સર માટેની તપાસ વગેરે લક્ષણોનું નિદાન તેમજ તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં પીડિયું મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ રાજકોટ તથા કેન્સર હોસ્પિટલ અમદાવાદના ઓન્કોલોજી વિભાગના નિષ્ણાંત ડૉક્ટરો અને સ્ટાફ સેવાઓ આપશે.