લુણાવાડાઃ સ્લમ પરિવારના બાળકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન
Live TV
-
બાળકોની નિઃશુલ્ક સારવાર અને દવાઓ મળતા આ કેમ્પના લાભ લીધેલ લાભર્થીઓએ સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરી નિઃશુલ્ક કેમ્પ યોજી સારવાર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા શહેરના વાવના મુવાડા અને શાંતિનગરમાં રહેતા સ્લમ પરિવારના 0 થી 14 વર્ષના બાળકો માટે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ લુણાવાડા બ્રાન્ચ શાળા એકના સહયોગથી લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બાળકોને લગતી બીમારીનું નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો લાભ લેવા આવેલ સ્લમ પરિવારના બીમાર બાળકોને લુણાવાડા અમી ચિલ્ડ્રન હોસ્પિટલ ના બાળ રોગના નિષ્ણાત ડો દિપક ભાઇ પટેલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના મેડિકલ ઓફિસર ડો કલ્પેશભાઈ સુથાર દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને બીમારીના નિદાન માટે યોગ્ય દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.