સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે વેલનેસ સેન્ટર શરૂ, કેરળની પંચકર્મ પદ્ધતિથી કરાશે સારવાર
Live TV
-
આ વેલેન્સ સેન્ટરની શરૂઆત આજથી એટલે કે 11 ડિસેમ્બરથી કરવામાં આવી છે અને કેરળથી તાલીમ પામેલા ડોકટરો તેમજ સહાયકોની ટીમ આરોગ્ય વનમાં આવી ગઈ છે, જેઓ પ્રવાસીઓને અલગ અલગ પ્રકારની સુવિધા આપશે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય વનમાં વેલ નેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જ્યાં પ્રવાસીઓ કેરળ રાજ્યના તજજ્ઞો ડોકટરો પાસે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર તેમજ પંચકર્મની સુવિધા મેળવી માનસિક તેમજ શારીરિક શાંતિ મેળવી શકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ પ્રદેશથી એક વર્ષમાં 26 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે ત્યારે પ્રવાસીઓના આકર્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા કેરળ રાજ્યના શાંતિગિરિ આયુર્વેદિક હેલ્થ સેન્ટર દ્વારા આરોગ્ય વનમાં વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિ થી વિવિધ રોગના ઉપચાર કરવામાં આવશે અને અને કુદરતી વાતાવરણમાં પ્રવાસીઓ અહીંયા શારીરિક અને માનસિક રોગથી મુક્ત બની શકશે.