સંવેદનશીલ સરકાર : સોશિયલ મિડિયા થકી મળી બ્લડ કેન્સર પીડિત બાળકીને વિનામૂલ્યે સારવાર
Live TV
-
યશિકાને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત સારવાર શરૂ કરાઈ, પરિવારને મળી મોટી રાહત
હિન્દીમાં એક કહેવત છે કે જીસકા કોઈ નહી હોતા ઉસકા પરવર દિગાર હોતા હૈ..આ કહેવતને સાચી ઠેરવી છે રાજ્ય સરકારની એક યોજનાએ..અમદાવાદના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી ત્રણ મહિનાની દિકરી યશિકાને બ્લડ કેન્સર જોવા મળ્યુ..પણ આપને જાણીને નવાઈ લાગશે કે આરોગ્ય વિભાગ ખુદ આ બાળકીની વહારે આવ્યુ..અને વિનામૂલ્યે સારવાર શરૂ કરાવી..
ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકાર નાનામાં નાના વ્યક્તિની પણ કાળજી કઈ રીતે લે છે તેનું ઉદાહરણ જોવા મળ્યુ અમદાવાદમાં..અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં રહેતા હિંમાશુભાઈ શર્માની ત્રણ મહિનાની દિકરી યશિકાને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરનું નિદાન થતા પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યુ..કારણ કે ખાનગી હોસ્પિટલમાં બ્લડ કેન્સરની લાંબી સારવાર અને તેનો ખર્ચ 8 થી 10 લાખ સુધી થાય તેમ હતો.અને પરિવાર નાણાભીડના કારણે સારવાર કરાવી શકે તેમ નહતો..હિંમાશુભાઈએ પોતાની પુત્રીને બચાવવા વ્યાજે ઉછીના નાણા લેવાનું નક્કી કર્યુ હતુ..પરિવારે યશિકાને બચાવવા અને મદદ માટે સોશિયલ મીડિયા અને ટ્વીટર પર સરકાર પાસે હેલ્પ માંગી..બસ આ જ એક અપીલ યશિકા માટે સંજીવની બુટી સાબિત થઈ..પરિવાર પાસે ન તો મા કાર્ડ કે મા વાત્સલ્ય કાર્ડ હતુ કે ન તો તેની કોઈ માહિતી..સોશિયલ મિડિયા પર કરેલી પોસ્ટના આધારે સ્ટેટ હેલ્થ એજન્સી ગુજરાત દ્વારા હિંમાશુભાઈ અને તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો..એટલુ જ નહી આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ આ પોસ્ટ વાંચી અને પોતાના અધિકારીઓને આ પરિવારને મળવા માટે સૂચના આપી..જેથી મા અમૃતમ અને વાત્સલ્ય યોજના & PMJAY યોજના સ્ટેટ નોડલ ઓફિસર, ડૉ.નિખિલ ચૌહાણે તુરંત ટ્વીટર પર જવાબ આપતા પરિવારનો સંપર્ક કરી રૂબરૂ મુલાકાત કરી હતી..અને મા વાત્સલ્ય કાર્ડ અપાવવા માટે તમામ મદદ કરવાની ખાતરી આપી..પરિવારના જરૂરી પુરાવા-ઓળખપત્રોના આધારે 48 કલાકમાં જ હિંમાશુભાઈને મા વાત્સલ્ય કાર્ડ મળી ગયુ..
બ્લડ કેન્સરથી પિડિત યશિકાની હાલમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે..આ દરમિયાન રાજ્ય સરકારની શાળા આરોગ્ય ચકાસણી અભિયાન પણ ચાલી રહ્યુ હતુ..યશિકાના મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય વિભાગની સૂચનાથી અમદાવાદની કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર શશાંગ પંડ્યાએ બાળકીને આ અભિયાન હેઠળ આવરી લઈ સારવાર આપવા માટે ગાંધીનગર સુધી મંજૂરી મેળવી આપવા જહેમત ઉઠાવી..જેથી હવે બાળકીનો તમામ સારવારનો ખર્ચ આ અભિયાન હેઠળ આવરી લેવાયો છે..હાલમાં તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
લાખોના સારવાર ખર્ચને લઈને આર્થિક સંકડામણ અનુભવતો આ પરિવાર રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાને કારણે લાભાન્વિત થઈ શક્યો છે..રાજ્ય સરકાર દ્વારા 25 નવેમ્બરના રોજથી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો..આ કાર્યક્રમમાં નવજાતથી લઇને 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધો. 1 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ ન જતા તમામ યુવાનો મળીને દોઢ કરોડ જેટલા બાળકોના આરોગ્યની તપાસ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ જે 30 જાન્યુઆરી 2020 સુધી ચાલશે..આ અભિયાનમાં બાળકોને હ્દય,કિડની, કેન્સર,જેવી ગંભીર બીમારીમા સુપર સ્પેશીયાલીસ્ટી સારવાર વિનામુલ્યે આપવામાં આવી રહી છે..ત્યારે યશિકાના પરિવારને આર્થિક રીતે ખૂબ મોટી રાહત મળતા તેમની ખુશીનો પાર ન રહ્યો.. આ પરિવારે રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને કેન્સર હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો હતો.તબીબોના મતે યશિકાના બ્લડ કેન્સરની સારવાર લાંબી ચાલે તેમ છે..હાલમાં તબીબોની ટીમ પણ યશિકાને પોતાના પરિવારના સભ્યની જેમ સારવાર આપી રહી છે..અને આ રીતે રાજ્ય સરકારની યોજના અને સોશિયલ મિડિયાની માધ્યમથી ગુજરાત સરકારે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે..