સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના પરિવારને મળ્યો માં અમૃતમ કાર્ડ યોજનાનો લાભ
Live TV
-
ઓપરેશન કરવાના પૈસા ન હોવાથી માં અમૃતમ કાર્ડ દ્વારા બધી જ સારવાર, લેબોરેટરી, દવા, સાથે જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવી
ગુજરાત સરકારની માં અમૃતમ કાર્ડ યોજના નો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા કિશોરભાઈ નાગરભાઈ ને છેલ્લા આઠ વર્ષથી પગનો દુખાવો હતો. અને તેના શરીરની નશ ફૂલી જતી હતી. તેમને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ડોક્ટર દ્વારા તેમની તપાસમાં તેમને રેર ગણાતી બિમારી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેનાથી વ્યકિતનું મૃત્યુ પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે આ પરિવાર પાસે ઓપરેશન કરવાના પૈસા ન હતા ત્યારે માં અમૃતમ કાર્ડ દ્વારા બધી જ સારવાર, લેબોરેટરી, દવા, સાથે જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે ખરા અર્થે સરકારી યોજનાઓનો લાભ જરૂરીયાત વર્ગ ને મળી રહ્યો છે.