હૃદયને મજબૂત કેવી રીતે રાખી શકાય?, અમદાવાદમાં હોલિસ્ટીક કાર્ડિયોલોજી પરિસંવાદમાં ચર્ચા
Live TV
-
હીલિંગના પ્રણેતા એવાં ડોક્ટર રમેશ કાપડિયાએ હૃદયના ધબકારાને હીલિંગ દ્વારા કેવી રીતે નિયંત્રણ કરી શકાય તે વિષય પર વિસ્તૃત માહિતી આપી
અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસનો હોલિસ્ટીક કાર્ડિયોલોજી પરિસંવાદ યોજાયો હતો. જેમાં દેશ વિદેશના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં હૃદયને કેવી રીતે મજબૂત રાખી શકાય, સાથે હદય રોગ અને તેના હુમલાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હીલિંગના પ્રણેતા એવાં ડોક્ટર રમેશ કાપડિયાએ હૃદયના ધબકારાને હીલિંગ દ્વારા કેવી રીતે નિયંત્રણ કરી શકાય, તે અંગે જણાવ્યું હતું. ઉપરાંત એલોપેથી દવા જરૂરી છે, પરંતુ સાથે નિયમિત રીતે 20 મિનિટ હીલિંગ કરવાથી માણસ તંદુરસ્ત જીવન જીવી શકે છે તેવું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમાં ઉપસ્થિત લોકોએ હ્રદય રોગ અને તેના લગતા પ્રશ્નો પૂછ્યા હતા, જેનો નિષ્ણાતો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યા હતા.