GCS હોસ્પિટલને અદાણી ફાઉન્ડેશન દ્વારા ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું દાન અપાયું
Live TV
-
કોરોના મહામારીના સમયમાં પ્રથમ અને બીજી લહેરમાં ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા અનુદાનમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, મેડીકલ સામગ્રી, દવાઓ અને અન્ય મદદ પૂરી પાડવામાં આવી છે ત્યારે હવે, આગામી દિવસોમાં આવનાર સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા અદાણી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની જી.સી.એસ. હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું દાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ નવી ટેકનોલોજી આધારિત છે. જે દર મિનિટે 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરે છે. જી.સી.એસ. હોસ્પિટલનાં ટ્રસ્ટી ક્ષિતિષ મદનમોહન અને અદાણી ગ્રુપના પ્રદ્યુત માજીએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું.