અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલીમાં આત્મઘાતી વિસ્ફોટ, 48ના મોત
Live TV
-
પ્રથમ વિસ્ફોટ પરવાન પ્રાંતમાં અને બીજો વિસ્ફોટ રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલી પાસેની પોલીસ ચોકી પર થયો હતો.
અફઘાનિસ્તાનમાં પ્રમુખીય ચૂંટણી પહેલાં રાજધાની કાબુલ અને પરવાન પ્રાંતમાં મંગળવારે બે આત્મઘાતી વિસ્ફોટ થયા હતા. આ હુમલાઓમાં 48 લોકોના મૃત્યુ થયા હતા. પ્રથમ વિસ્ફોટ પરવાન પ્રાંતમાં થયો હતો. પ્રમુખઅશરફ ગનીની રેલી ચાલી રહી હતી ત્યાં મોટર સાયકલ પર આવેલા હુમલાખોરોએ વિસ્ફોટ કર્યા હતા. હુમલાખોરો બાઈક પર આવ્યા હતાં અને રેલી સ્થળ નજીક પોલીસ ચોકીમાં વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા અને 42 ને ઈજા પહોંચી હતી.
આ વિસ્ફોટ પછીના એક કલાક પછી કાબુલમાં અમેરિકી દુતાવાસ નજીક પણ ધમાકેદાર વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટની જવાબદારી પણ તાલિબાને લીધી હતી. આ વિસ્ફોટમાં 22 લોકોના મૃત્યુ થયા હતા અને 38 ને ઇજા પહોંચી હતી.
