અમેઝોનની ભીષણ આગથી નિપટવા આર્થિક મદદ કરશે G7
Live TV
-
આગથી બરબાદ થયેલા જંગલોમાં બીજીવાર વૃક્ષ લગાવવાની મધ્યમકાળની યોજના માટે G7ના દેશની સહમતિ
જી7 સમૂહના દેશોએ વિશ્વના સૌથી મોટા એમેઝોનના જંગલોમાં લાગેલી ભીષણ આગને બુઝાવવા માટે બે કરોડ વીસ લાખ ડોલર ખર્ચ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. ફ્રાંસ અને ચીલીના રાષ્ટ્રપતિઓએ સોમવારે ફ્રાન્સના બિઆરિટ્સમાં જી-7 શિખર સંમેલન દરમિયાન આ વાત કરી હતી.
જી-7 સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ દેશોમાં આગથી બરબાદ થયેલા જંગલોમાં બીજીવાર વૃક્ષ લગાવવાની મધ્યમકાળની યોજના માટે સહમતિ દર્શાવવામાં આવી હતી.
આ પહેલની ઘોષણા જી-7ના નેતાઓએ પર્યાવરણના મુદ્દે વાતચીત કરી હતી. જેમાં એમેઝોનના વનને નષ્ટ કરવાની આગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
