Skip to main content
Settings Settings for Dark

અમેરિકન નાગરિકો તરત જ રશિયા છોડે, US સ્ટેટ ડિપાર્ટમેન્ટે જારી કરી એડવાઈઝરી

Live TV

X
  • US સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયામાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. રશિયામાં જ્યારથી એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે ત્યારથી US સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે અને જે લોકો રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ટ્રિપ કેન્સલ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને રશિયા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં એક અમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પત્રકાર અમેરિકાના એક ખાનગી અખબાર માટે કામ કરે છે. 

    યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે, તેઓ બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો તૈનાત કરવા જઈ રહ્યા છે. 1990 પછી આ પ્રથમ વખત હશે જ્યારે રશિયા તેની સરહદની બહાર પરમાણુ હથિયારો તૈનાત કરશે. પુતિને આ જાહેરાત એવા સમયે કરી જ્યારે યુક્રેનમાં યુદ્ધના કારણે પશ્ચિમી દેશો સાથે તેમનો તણાવ વધી રહ્યો છે. પુતિને જાહેરાત કરી હતી કે, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો લાંબા સમયથી વ્યૂહાત્મક પરમાણુ હથિયારો તૈનાત કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply