અમેરિકાએ ઈરાન પર તેલ અને પેટ્રો રસાયણના વેચાણ બાબતે પ્રતિબંધ મુક્યો
Live TV
-
અમેરિકાએ વર્ષ 2018 પછી ઈરાન પર અનેક પ્રતિબંધ મુક્યા છે.
અમેરિકાએ ઈરાન પર તેલ અને પેટ્રો રસાયણના વેચાણ બાબતે પ્રતિબંધ મુકી દીધા છે. આ પ્રતિબંધ લગાવવાથી વિયેતનામ સ્થિત એક કંપની, ચીન સ્થિત બે ફર્મ, ઈરાનમાં બે કંપની અને સંયુક્ત અરબ અમીરાતમાં એક કંપની પર ઈરાનના તેલ અને પેટ્રો રસાયણના પરિવહન અને વેચાણમાં શામેલ થવાના આરોપ મુકવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગ અનુસાર ઈરાનની ઊર્જા નિકાસમાં પણ ઘટાડો કરવા બાબતે પ્રતિબદ્ધ છે અને પેટ્રોલ તથા પેટ્રો રસાયણ વેપારને સુવિધાજનક બનાવનાર સામે પણ પ્રતિબંધ મુકવામાં આવશે. અમેરિકાએ જે પ્રતિબંધ મુક્યા છે, તેમાં કોઈ વિક્ષેપ ઊભો કરશે તો તેમની સામે કાર્યવાહી કરવા બાબતે કોઈ પ્રકારનો સંકોચ રાખવામાં નહીં આવે. ઈરાને અમેરિકા પર એક કેદીના બદલે અન્ય કેદીના બદલાવ માટે કરેલ ડીલમાં બેઈમાની કરવાનો આરોપ મુક્યો છે. અમેરિકાએ વર્ષ 2018 પછી ઈરાન પર અનેક પ્રતિબંધ મુક્યા છે. અમેરિકાએ આરોપ મુક્યો છે કે, ઈરાને રશિયાને ડ્રોનની આપૂર્તિ કરી હતી અને રશિયાએ આ ડ્રોનનો ઉપયોગ યુક્રેન સામે કર્યો હતો. આ બાબતે ઈરાન અને અમેરિકાના સંબંધો બગડી ગયા છે.
